બનાસકાંઠા જિલ્લા LCB એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે, પોલીસે ક્રેટા ગાડી (નં. GJ 37 AB 1865) માંથી રૂપિયા 11,57,156/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહન નો સમાવેશ થાય છે..

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શાંત સુંબેની સૂચના મુજબ, દારૂ અને જુગાર ના ગુનાઓ શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, LCB પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, બાતમીના આધારે, તેઓ આખોલ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવીને ઊભા હતા, તે દરમિયાન કંસારી તરફથી ઉપરોક્ત ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, જોકે, ચાલકે ગાડી ડીસા તરફ ભગાવી હતી..

પોલીસે ખાનગી વાહનો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો, ક્રેટા ગાડીના ચાલકે મહાદેવિયા ગામ તરફ જતા રસ્તા પર, પછી કાચા રસ્તા પર બાઇવાડા ગામ તરફ અને ત્યાંથી થેરવાડા ગામની સીમમાં ગાડી ભગાવી હતી, થેરવાડા ગામની સીમમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી, પોલીસ કોર્ડન કરવા પહોંચે તે પહેલાં જ ગાડીનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો..

ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1542 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 3,42,156/- થાય છે, ક્રેટા ગાડી સહિત કુલ રૂપિયા 11,57,156/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે..

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં વિનોદભાઈ નારણભાઈ જાદવ (ઉ.વ. 30, ધંધો, ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિલીપભાઈ હંસાભાઈ (ઉ.વ. 27, ધંધો, ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિનેશભાઈ (રહે. પાસવાળ) અને ક્રેટા ગાડીનો ચાલક હનુમાન નો સમાવેશ થાય છે..