Bihar CM News : બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે NDA સરકારની રચના થઈ છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. સાથે સાથે ત્રણ મહિલા, એક મુસ્લિમ સહિત 26 મંત્રીઓનું બન્યું મંત્રી મંડળ. એટલે કે, હવે નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ 26 મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 26માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.