જુનાગઢ પોલીસે આંતરરાષ્ટ્રીય ગાંજા કૌભાંડ ઝડપ્યું

બેંગકોકનો હબીબી ભારતમાં ગાંજાનો મુખ્ય સપ્લાયર, જુનાગઢ પોલીસે કર્યો ખુલાસો જુનાગઢ : પોલીસે પ્રથમ વખત બેંગકોકથી અમદાવાદ અને ત્યાંથી જુનાગઢ ગાંજાની હેરાફેરીનો આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડી પાડ્યું છે. થોડા દિવસ પૂર્વે બેંગકોકથી મંગાવવામાં આવેલા એક કરોડ કરતાં વધારેના ગાંજા સાથે જૂનાગઢના ચાર ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના ઈરફાન અને રાજકોટની શેરબાનુ પોલીસ પકડથી દૂર હતી. આ બંનેની પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરતા. આ બંને આરોપી પણ પકડાઈ ગયા હતા. જેની ઉલટ તપાસમાં સમગ્ર મામલો બેંકોકના હબીબી નામનો વ્યક્તિ ભારતમાં અનુપ નામના એજન્ટથી ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે, તે વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.