દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું જાતે સાથે આવીશ: ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર

ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનાતા રેડ કરનાર અલ્પેશ ઠાકરો છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતો. જોકે, ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો છે. દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે, જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ