ડેડીયાપાડા તાલુકાના ગડી ગામના ત્રણ યુવાઓને બેસણા ગામ નજીક નડીયો અકસ્માત : બેનું થયું મોત

ડેડીયાપાડા તાલુકાના ગડી ગામના ત્રણ યુવાઓ મોટર સાયકલ ઉપર જતા હોય દરમિયાન બેસણા ગામ નજીક અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવાઓનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે જ્યારે એક હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળેલ છે મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગડી ગામના વચલા ફળિયાના રહેવાસી ચેતનભાઇ રમેશભાઈ વસાવા ઉમર વર્ષ 20 નાઓ પોતાના કબજાની મોટરસાયકલ ગાડી GJ 22 N 7243 નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત પડી રીતે હંકારી લાવઇ મોજે બેસણા ગામ નજીક ટેકરા પાસે આવતા અચાનક મોટરસાયકલ ના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ચેતનભાઇ રમેશભાઈ વસાવા નાઓ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર મોત થયું હોવાની જાણકારી મળેલ છે તેમજ અન્ય મુકેશભાઈ અમરસિંહભાઈ વસાવા તથા પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવાને ગંભીર ઈજા પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મુકેશભાઈ અમરસિંગભાઈ વસાવાને 108 એમ્બ્યુલન્સ સેવામાં લઈ જતા દરમિયાન તેઓનું રસ્તામાં મોત થયું હોવાની જાણકારી મળેલ છે તથા પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા નાઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે