mehsana live in relationship mamlo: મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતાં પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરતાં યુવતીએ પોતાની મરજીથી જ પરિણીત પુરુષ સાથે રહેવા ગઈ હોવાની વાત કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે.