અમીરગઢ માં ભાજપનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો..

ભારતીય જનતા પાર્ટી (BJP) અમીરગઢ તાલુકા દ્વારા મોહિની ભવન, અમીરગઢ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો હતો, આ સમારોહ માં જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનોએ ભાગ લીધો હતો. તેમણે આત્મનિર્ભર ભારતના પવિત્ર સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી..


ભાજપ અમીરગઢ તાલુકા પ્રમુખ ગણેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સ્નેહમિલન અને સન્માન સમારોહમાં તાલુકા ભર માંથી અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા, કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકવાનો હતો..


સંગઠન ના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, બૂથના પ્રમુખો, તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી, વડાપ્રધાન મોદી ના આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લીધો હતો, આ ઉપરાંત, સ્થાનિક ખેત મજૂરોને સમર્થન આપી તેમને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો..