શ્રેયસ ઐયરને ICUમાંથી મળી રજા, BCCIએ લેટેસ્ટ હેલ્થ બુલેટિન કર્યું જાહેર

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની તબિયતમાં સુધારો થયો છે. તેમને સિડનીના ICU માંથી હોસ્પિટલના એક ખાનગી રૂમમાં ખસેડવામાં આવ્યા છે. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ માહિતી શેર કરી.

રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, "ICU માં રહેલા ઐયર હવે હોસ્પિટલની બહાર છે, અને ડોકટરો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેઓ હવે તબીબી રીતે સ્થિર છે, જોકે તેમને થોડા વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે."
સિડની ODI દરમિયાન દોડીને એલેક્સ કેરીનો કેચ કર્યા બાદ શ્રેયસ ઐયર મેદાન પર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.