દિવાળીના તહેવારની રોનક વચ્ચે વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાપી અને આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુનો અહેસાસ કરાવ્યો. આ મોસમી વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનો માહોલ છવાયો હોવા છતાં ખેડૂતોમાં પાક કાપણીના સમયે નુકસાનની ભીતિ સાથે ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે લોકોમાં આનંદ અને ચિંતા બંનેનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલમાં પણ વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો અને માર્કેટયાર્ડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.