ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.