અમદાવાદમાં ફરાર આરોપીને પકડવા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો.
સમયની સાથે પોલીસની કામગીરી પણ અધ્યતન બની રહી છે. એક તરફ સાયબર ગુનેગારો જુદી જુદી મોડ્સ ઓપરેન્ડીથી લોકોને ઠગી રહ્યા છે તેવામાં હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે મહિલા પોલીસે વેશ પલટો પણ કર્યો અને પોલીસની ચુંગાલમાં આરોપી આવી જ ગયો હતો. દાણીલીમડાની મહિલા પોલીસે તોફિક સલીમભાઈ શેખ નામના ફરાર આરોપીને પકડી પાડ્યો હતો.
ahemedabad: મહિલા પોલીસે કર્યો સોશિયલ મીડિયા નો ઉપયોગ : આરોપીને મળવા બોલાવ્યો અને પકડી પાડ્યો.
