મધ્ય પ્રદેશમાં જીવલેણ કફ સિરપ પીવાથી બાળકોના મોતની ઘટના સામે આવી રહી છે. છિંદવાડા પછી હવે બેતુલ જિલ્લામાં વધુ બે બાળકોના મૃત્યું નીપજ્યા થયા છે. જેમાં જીવલેણ સિરપ પીવાથી બંને બાળકોની કિડની ફેલ થતાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બંને બાળકોની સારવાર ડૉ. પ્રવીન સોનીએ કરી હતી. જેમાં બાળકોને કોલ્ડ્રિફ કફ સિરપ આપી હતી.  બેતુલ જિલ્લાના છિંદવાડામાં જીવલેણ કફ સિરપ પીવાથી કુલ 14 બાળકોના મોત થયા છે. મધ્ય પ્રદેશમાં કુલ મૃત્યુંઆંક 16 થયો છે. 

છિંદવાડામાં કફ સિરપ પીવાથી બાળકોના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ADMએ જણાવ્યું  કે, 'અત્યાર સુધીમાં 14 બાળકોના મૃત્યુ થય છે. બાળકોના મોતને લઈને મૃતકના પરિવારજનોને વળતર મંજૂર કરાયું છે, જેની રકમ પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. છિંદવાડાના આઠ બાળકો નાગપુરની હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ પર નજર રાખવા માટે ડૉકટરો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બનેલી એક વહીવટી ટીમની રચના કરવામાં આવી છે.'