કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી પ્રજા બે વર્ષથી લોકમેળાનો આનંદ કોરોનાના કારણે માણી શકી નથી. પણ આ વર્ષે મહામારી હળવી થતા અને સરકાર દ્વારા છૂટ મળતા સિહોરના ગૌતમેંશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાય તેની ભવ્ય પૂર્વ તેયારીઓ શરૂ કરી દેવાય છે સિહોરનો લોકમેળો જગવિખ્યાત છે. દુર દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે વિક્રમભાઈ નકુમની આગેવાની હેઠળ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાલથી ગૌતમેંશ્વર ખાતે સ્ટોલ સહિતની કામગીરીને આરંભી દેવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ ખુશ થઇ જશે આ લોકો મેળામાં હજારો લોકો આનંદ કિલ્લોલ કરતા જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે ગૌતમેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં માં પગ મુકવાની જગ્યા પણ નથી રહેતી અને હેયે હેયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે શુક્રવારે યોજાનારા આ લોકમેળામાં તંત્ર દ્રારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે આજથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ દેવાઈ છે આવતીકાલે સ્ટોલોની જાહેર હરરાજી પણ કરવામાં આવનાર છે