DHANERA // ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ ના હસ્તે રુપિયા 6 કરોડના ખર્ચે ત્રણ રોડનું ખાતમુહૂર્ત..
ધાનેરા તાલુકામાં દશેરાના પાવન દિવસે રૂપિયા છ કરોડ થી વધુના ખર્ચે ત્રણ પાકા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે ખીમત અને ખાગણ ગામને જોડતા આ માર્ગોનું ભૂમિપૂજન કરાયું હતું, આ રોડના નિર્માણથી સ્થાનિકોને સુવિધા મળશે.
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આ પ્રોજેક્ટમાં ખીમત થી વિરોલ ને જોડતો માર્ગ, ખાંગણથી પાંચ પીપળા નેશનલ હાઈવે સુધીનો માર્ગ અને ખીમત ગોળીયાથી પ્રાથમિક શાળાને જોડતો માર્ગ સામેલ છે, આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સવસી ચૌધરી, ભગવાનદાસ પટેલ, વસંત પુરોહિત, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ પટેલ સહિત સરપંચો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
આ કાર્યક્રમ દરમિયાન ખાગણ ગામે જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય સ્વર્ગસ્થ જોરાભાઈ વાલાભાઈ દેસાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્રણેય ગામના આગેવાનો અને ગ્રામજનો એ રોડ મંજૂર કરાવવા બદલ ધારાસભ્ય માવજી દેસાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો, કાર્યક્રમનું સંચાલન શિક્ષક હર્ષદ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું..