ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ચિત્ર સ્પર્ધા 2025 યોજાઈ..
કે.બી. અગ્રવાલ ના સભાખંડ માં નટુભાઈ વ્યાસ (નિયામક)ના પ્રમુખ સ્થાને અને અમૃતલાલ અવસ્થી (મુખ્ય મહેમાન) ની ઉપસ્થિતિ માં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા ચિત્રસ્પર્ધા 2025 યોજાઈ હતી, ચિત્ર સ્પર્ધા બે વિભાગ માધ્યમિક (ધોરણ 9 થી 12)અને કોલેજ ના વિદ્યાર્થીઓ ની યોજવામાં આવી હતી, જેમાં 21 સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા, ચિત્ર સ્પર્ધામાં ત્રણ વિષય જેવા કે ઓપરેશન સિંદૂર, સ્ત્રી સશક્તિકરણ અને મારા સ્વપ્નનું આધુનિક ભારત તેના પર બે કલાક ના સમયમાં ચિત્રાંકન કરવામાં આવ્યું હતું..
જેમાં આ યુવાન કલાકારો અને તેઓના માર્ગદર્શક શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો, આ કાર્યક્રમ માં શ્રી અમૃતલાલ અવસ્થી, નટુભાઈ વ્યાસ, ચંદુભાઈ atd અને નાથાલાલ બ્રહ્મક્ષત્રિય જેઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, શાખા પરિવાર ના દિનેશભાઈ ઠક્કર (પ્રમુખ) પ્રવીણભાઈ સાધુ (મંત્રી) ભાર્ગવભાઈ ભટ્ટ (સંયોજક) પ્રફુલભાઈ જોશી (સંયોજક )
દક્ષાબેન જોશી (મહિલા સંયોજિકા) દિલીપભાઈ રતાણી (સહમંત્રી) મહેશભાઈ ભટ્ટ, નટુભાઈ હેરુવાલા, નયનાબેન પંચાલ અને અન્ય સભ્યોની સક્રિયતા માં કાર્યક્રમ યોજાયો હતો, ઉપસ્થિત વિદ્યાર્થીઓ એ સુંદર ચિત્રો ની રચના કરી હતી જેમાંથી માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર - બારોટ જીયા શંભુભાઈ, નાલંદા વિદ્યાલય, થેરવાડા, બીજો નંબર- પંડ્યા ઉમા તારાચંદભાઈ, જાગૃતિ કન્યા વિદ્યાલય, ત્રીજો નંબર ભૂમિ એચ, જાદવ કે.બી. અગ્રવાલ સ્કૂલે પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કોલેજ વિભાગ માં પ્રથમ હિરલ પ્રકાશભાઈ જોશી, ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા અને ઠક્કર દિવ્યા કમલેશભાઈ નવજીવન બી.એડ. કોલેજ ડીસા એ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો..
વિજેતા વિદ્યાર્થીઓ ને શિલ્ડ, પ્રમાણ પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો ને પ્રમાણ પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રવીણભાઈ સાધુ એ કર્યું હતું..