અમદાવાદ: પૂર્વમાં 48 કલાકમાં બે હત્યાના બનાવ સામે આવ્યા.
મેઘાણીનગર બાદ ઘોડાસરમાં શ્રમિકને પણ રહેંસી નાખ્યો
હિસ્ટ્રીશીટર અને ગુંડા તત્ત્વોને સપ્તાહમાં બે વખત બોલવવાની કામગીરીમાં આળસ દાખવવાનું પરિણામ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે!
સૌથી સલામત શહેર તરીકે અમદાવાદ શહેરની ગણના કરવામાં આવી રહી છે તેની વચ્ચે છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા છે. લોકચર્ચા એવી છે કે, કાયદો અને વ્યવસ્થાની હદ જ્યાં પૂરી થઇ જાય છે તેવા મેઘાણીનગરમાં 22 ઓગસ્ટે જાહેર રોડ પર ટોળકીએ યુવકને ધોકા અને ધારિયાના ઝીંકી ઢાળી દીધો હતો. કાગડાપીઠ પોલીસે આ બનાવમાં 10 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીને ઝડપી લીધા છે. ઉપરાંત, 24 ઓગસ્ટે સાંજે ઘોડાસર બ્રિજ નીચે એક શ્રમિકને અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી રહેંસી નખાયો હતો. ઇસનપુર પોલીસ હજુ આરોપીની શોધખોળ કરી રહી છે.
અમદાવાદ: પૂર્વમાં 48 કલાકમાં બે હત્યાના બનાવ સામે આવ્યા.
