રામદેવ પીર ના નવરાત્રી માં બીજ મહત્વ ને લઇ રામદેવપીર મંદિર ચાંદલોડિયા ખાતે મોટી સંખ્યા માં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો
ગઈ કાલ થી શરુ થયેલ રણુજા ના રાજા રામદેવપીર ના નવરાત્રી પ્રારંભ થઇ ચુક્યા છે ત્યારે આજ રોજ બીજ નું અનેરું મહત્વ હોય ત્યારે અમદાવાદ ના ચાંદલોડિયા ખાતે આવેલા તુલસી રામદેવપીર મંદિર ખાતે સવાર થીજ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
ત્યારે ઉલ્લેખનીય છે કે નવ દિવસ ના નોરતા દરમ્યાન મંદિર ખાતે મહારતી, ધૂપ આરતી અને રાત્રી દરમ્યાન ભજન કીર્તન જેવા અનેક ધાર્મિક કાર્યકર્મો યોજાય છે
સાથે જ આઠમ અને નોમ ના દિવસે ભક્તો દ્વારા ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે રામદેવપીર ને પોતાની આસ્થા મનોકામના સાથે નેજો ચડાવામાં આવે છે ત્યારે સમગ્ર વિસ્તાર માં નેજા સાથે વિશાળ શોભાયાત્રા ના આયોજન ને લઇ સમગ્ર વિસ્તાર ભક્તિ ના રંગે રંગાઈ જાય છે