અમદાવાદની શાળાનો બનાવ: big breaking 

હાથ અડી જવા મુદ્દે ફરી એક સ્ટુડન્ટે બીજાને ધમકી આપી...
ઈન્સ્ટાગ્રામ પર ગાળો ભાંડી કહ્યું 'તેરી ફિલ્ડિંગ તો મૈને બહુત પહેલે સેટ કર દી હૈ', અમદાવાદની શાળાનો બનાવ.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની સાહી હજી સુકાઈ નથી.
ત્યાં શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક સ્ટૂન્ડ દ્વારા અન્ય સ્ટૂડન્ટને ધમકાવવાનો બનાવ સામે આવ્યો છે.
રાયખડમાં આવેલી આઈ.પી.મિશન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ ભૂતપૂર્વ મિત્રએ ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપી.