પાલનપુરના કુખ્યાત ઇસમ અકરમખાન મેવાતી ઝડપાયો..
6 ગુનામાં સંડોવાયેલા આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી..
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એલસીબી પોલીસે કુખ્યાત ઇસમ અકરમખાન ઇમ્તિયાઝ ખાન મેવાતી ને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે..
પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો રાખનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી, આ સૂચના અનુસાર એલસીબી ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું..
અકરમ ખાન મેવાતી અગાઉ ખંડણી માગવી, મારામારી, આર્મ એક્ટ અને ખૂન ની કોશિશ સહિત ના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હતો, તે કોર્ટથી જામીન પર મુક્ત થયા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હતો..
એલસીબી ના એએસઆઇ રાજેશકુમાર હરીભાઇ ને મળેલી માહિતી ના આધારે પાલનપુર થી માલણ જતા રોડ પર ફજલે માસમ દરગાહ નજીક થી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, તેની પાસેથી રૂપિયા 10,000 ની કિંમત ની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી, પોલીસે આ હથિયાર આપનાર બનાસકાંઠા ના કુખ્યાત ઇસમ કિશોરકુમાર કાન્તીલાલ લુહાર ઉર્ફે કે.કે. પંચાલ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે, કે.કે. પંચાલ રાજ્યભર માં મારામારી, ખંડણી, આર્મ એક્ટ અને લૂંટ/ધાડના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, એલસીબી પાલનપુર દ્વારા બંને આરોપીઓ સામે આર્મ એક્ટ તથા સંગઠિત ગુનાખોરી સંબંધિત કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે..