મૂળ ટીંબી,હાલ ધારંગણીમાં રહી ખેતમજૂરી કરી રહેલ મહિલા ને ઉલટી ઉબકા થતા સારવાર માટે સિવીલમાં ખસેડાયા હતા. મુળ અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકાના ટીંબીના અને હાલ ધારંગણી ગામની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક મહિલાને દાંતનો દુખાવો થતો હોય. વધારે બજર ખાઇ લેતા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.ધારંગણી ગામની સીમમા વાડીમા રહી ખેતમજુરી કામ કરતા રવિનાબેન રણજીતભાઇ પરમાર ઉં.વ.૧૯ નામના મહિલાને દાંતનો દુખાવો થતો હોય. તેણે વધારે બજર ખાઇ લીધી હતી. જેના કારણે ઉલટી ઉબકા થવા લાગતા તેને સારવાર માટે પ્રથમ ચલાલા અને બાદમા અમરેલી સિવીલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા.જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક મહિલાના પતિ રણજીતભાઇ એ ચલાલા પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેના પત્ની રવિનાબેન ને દાંતનો દુખાવો થતો હોય. તેણે વધારે બજર ખાઇ લીધી હતી.જેના કારણે ઉલટી ઉબકા થતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જયાં તેનુ મોત થયુ હતુ. બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.