ડીસા તાલુકાના જુના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો..
ડીસા રૂરલ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, મળતી માહિતી મુજબ, ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મંજુર જાનુભાઈ મેમણ નામના વિકૃત ઈસમે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા, કિશોરી આ ઘટના થી ભયભીત થઈ ગઈ હતી અને ઘેર જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી..
જેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપી મંજુર મેમણને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો હતો, આ જઘન્ય કૃત્યને લઈ ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે..
અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે, ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે ઉમટી પડેલા લોકોના ટોળેટોળાએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો, પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..