પાવીજેતપુર શિક્ષણ સોસાયટીની કારોબારી મીટીંગમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની સર્વાનુમતે નિમણૂક

પ્રવિણકુમાર સોલંકી પ્રમુખ અને સુનિલ પંચોલી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

        પાવીજેતપુર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓની કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી.ની કારોબારી મીટીંગ આજે તારીખ ૧૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ યોજાઈ હતી. આ મીટીંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

        સોસાયટીના પ્રમુખ પદે શ્રી આદિવાસી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, ડુંગરવાટના આચાર્ય શ્રી પ્રવિણકુમાર વી. સોલંકીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રીમતી એલ. વી. ભક્ત વિદ્યાલય, છત્રાલીના શિક્ષક શ્રી સુનિલભાઈ એમ. પંચોલી ની પણ સર્વાનુમતે નિમણૂક કરાઈ છે.