રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને આપના વિસ્તારમાં બનતી ઘટનાની માહિતી આપવા માટે સંપર્ક કરો જેમાં આજે શનિવારે (14 જૂન) સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 19 જૂન સુધી રાજ્યના કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે શનિવારે (14 જૂન) સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 19 જૂન સુધી રાજ્યના કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
16 જૂનની આગાહી
રાજ્યમાં 16 જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, 15-16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
17 જૂનની આગાહી
17 જૂનના રોજ રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
18-19 જૂનની આગાહી
રાજ્યમાં 18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નવસાડ અને 19 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.