ડીસામાં બનાસ નદી પુલ પાસે આવેલા મહાકાળી માતાજીના મંદિર નજીક શનિવારે સાંજે સ્કોર્પિયોના ચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યકિતઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પલટી ગયેલી સ્ક્રોપિયોમાંથી ગાંજો અને પિસ્તોલ મળી આવી હતી. આ અંગે એસ. ઓ. જી.ની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસામાં બનાસ નદી પુલ પાસે આવેલા મહાકાળી માતાજીના મંદિર નજીક શનિવારે સાંજે પુર ઝડપે પસાર થઇ રહેલા સ્કોર્પિયોના ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં બેઠેલી બે વ્યકિતઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્કોર્પિયો પલટી ગઇ હતી.
જ્યાં આજુબાજુના લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. જ્યાં આવેલી પોલીસની ટીમે તપાસ કરતાં સ્કોર્પિયોમાંથી પોષ ડોડાનો જથ્થો અને પિસ્તોલ મળી આવી હતી. જે કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે બનાસકાંઠા એસઓજી પી.આઇ. એચ.બી. ધાંધલીયાએ જણાવ્યું હતુ કે, અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયોમાંથી પોષડોડાનો જથ્થો અને પિસ્તોલ મળી આવ્યા છે.