ડીસા પંથકમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની બંને બહેન તા. 14 મે 2025 ના રોજ ડીસા જવાનું કહીને ઘેરથી નીકળી હતી. જે બાદ એક દીકરી બપોરે પરત આવી ગઇ હતી. પરંતુ એક સગીરા પરત આવી ન હતી. જેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી અજાણ્યા શખ્સે લગ્નના લાલચમાં ફોસલાવી અપહરણ કરી હોવાનું સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.