કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને ખાનગી અને હ્યુમન સોર્સિસ મારફતે બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિસન ના ગુનાનો નાસ્તો ફરતો આરોપી રાજુ સોહન પૂરબિયા રે રશ્મિ રોડ, ભીમગઢ તા રશ્મી જી ચિત્તોડગઢ રાજસ્થાન હાલ કાલોલ બસ સ્ટેશન બહાર ઉભેલ છે જે આધારે પોલીસે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો જેને પકડી પાડી કાલોલ પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.