ડીસાના રસાણા નજીક આવેલ રામાગમ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ જીરા ચોરીનો ભેદ ઉકેલી જીરા ચોર ગેંગના ચાર સાગરીતોને ઝડપી લઇ કુલ-પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી એલ.સી.બી. બનાસકાંઠા પાલનપુર
તા.૨૦,૨૧/૦૩/૨૦૨૫ ના રાત્રીના કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રસાણા ગામ નજીક આવેલ રામાગમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ગોડાઉનના તાળા તોડી ગોડાઉનમાંથી જીરૂ ભરેલ કુલ-૧૦ બોરીઓ રૂ.૧,૫૩, ૦૦૦/- ની ચોરી કરેલ હોવાની ફરીયાદ શ્રી પરાગકુમાર દિલીપભાઈ બ્રહ્મભટ્ટ રહે. ડીસાની ફરીયાદના આધારે ડીસા રૂરલ પો.સ્ટે. ગુના નં.૨૭૬/૨૦૨૫ દાખલ થયેલ, જેની તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહેલ હતી.
શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા, પાલનપુરનાઓએ બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી તથા મંદીર ચોરીના દાખલ થયેલ અનડીટેક ગુનાઓ શોધી કાઢવા તથા આ પ્રકારના ગુનાઓ બનતા અટકે તે માટે આવા ગુનાઓમાં લિપ્ત ઇસમો સામે અસરકારક કામગીરી કરવા, અલગ અલગ ટીમોનુ ગઠન કરી, આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવેલ,
બનાસકાંઠામાં બનેલ ઘરફોડ તથા મંદીર ચોરીના ગુનાઓ શોધી કાઢવાના હેતુથી શ્રી એ.વી. દેસાઈ પોલીસ ઇન્સ્પેકટર, LCB, પાલનપુરના વડપણ હેઠળ એલ.સી.બી. તથા ટેકનીકલ વિભાગની અલગ અલગ ૦૪ જેટલી ટીમોનુ ગઠન કરવામાં આવેલ અને દરેક ટીમને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા હ્યુમન સોર્સ તથા ટેકનીકલી લીડ મેળવવાનો ટાસ્ક આપવામાં આવેલ
દરમ્યાન બનાસકાંઠા એલ.સી.બી.ની ટેકનીકલ ટીમને મળેલ લીડના આધારે જિલ્લામાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સામઢી ગામની એક ગેંગ એકટીવ હોવાનુ જણાય આવેલ, જેથી ઉકત ટીમો દ્રારા અલગ અલગ જગ્યાના આશરે ૫૦થી વધારે CCTV કુટેજ તથા હ્યુમન સોર્સ આધારે મળેલ માહીતી મુજબ PSI શ્રી એસ.બી.રાજગોરની ટીમ દ્રારા આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ઉકત સામઢી ગેંગના ચાર ઇસમોને ઝડપી લઇ આગવી ઢબે ઇન્ટ્રોગેશન કરતા તેઓએ રસાણા ગામ નજીક આવેલ રામાગમ ઇન્ડસ્ટ્રીઝમાંથી અવાર નવાર ત્રણ વખત વરીયાળી તથા જીરાની ચોરી તથા સામઢી ગામે બનતા GEB ના કામ દરમ્યાન લોખંડનો ચેનલોની ચોરીઓ કરેલ હોવાનુ જણાય આવેલ આ સાથે પોલીસે કુલ-૦૫ અનડીટેક ગુનાઓ શોધી કાઢેલ છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી -
આ ગુનામાં સંડોવાયેલ સામઢી ગેંગના કેટલાક આરોપીઓ ઉકત રામાગમ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં નોકરી કરતા હોય તથા અગાઉં નોકરી કરેલ હોય જેથી તેઓ ગોડાઉનની તપાસ વિગતથી વાકેફ હોય તેઓએ જાણકારી હેઠળ ઉકત ગુનાઓ આચરેલ હોવાનુ હોવાનું જણાય આવેલ છે.
પકડાયેલ આરોપીઓ-
(૧) સિધ્ધરાજસિંહ રાયકણસિહ સોલંકી ઉવ.૨૮ રહે. સામઢી તા.પાલનપુર
( ૨) લાલસિહ અભેસિહ સોલંકી ઉવ.૨૧ રહે.ખીમત તા.ધાનેરા
(૩) અરવિંદસિંહ પોપટસિહ સોલંકી ઉવ.૧૯ રહે. સદરપુર તા.ડીસા
(૪) મહેન્દ્રસિહ યોગસિહ સોલંકી ઉવ.૨૮ રહે.સામઢી તા.પાલનપુર
કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા પોલીસ કર્મચારીઓ
શ્રી એ. વી.દેસાઈ PI, LCB, પાલનપુર
શ્રી એસ.બી.રાજગોર PSI, LCB, પાલનપુર
શ્રી બળવંતસિહ મોતીસિહ ASI, LCB, પાલનપુર
શ્રી વિજયકુમાર બાબુલાલ ASI, પાલનપુર
શ્રી નરેશકુમાર લક્ષ્મણભાઇ ASI, LCB, પાલનપુર
શ્રી મુકેશભાઇ ડાહ્યાભાઇ HC, LCB, પાલનપુર
શ્રી કાનસિહ બળવંતસિંહ PC, LCB, પાલનપુર
શ્રી મહીપાલભાઇ ભાણાભાઇ PC, LCB, પાલનપુર
શ્રી કુલદીપસિહ કીશોરસિહ ASI, પાલનપુર
શ્રી જોરાવરસિંહ ચતરસિંહ PC, પાલનપુર
શ્રી વિક્રમસિંહ જોગાજી PC, પાલનપુર
શ્રી આશિષકુમાર કાનજીભાઇ PC, પાલનપુર
શ્રી મુકેશકુમાર શ્રોફ PC, LCB,પાલનપુર
શ્રી મુકેશકુમાર શાન્તીલાલ PC, પાલનપુર
શ્રી પ્રવિણભાઇ ભીમજીભાઇ PC, પાલનપુર