ધોરણ 10 માં શાળામાં પ્રથમ નંબર મેળવી સમાજ. શાળા. અને વાડદગામનું નામ રોશન કરતી મુનિરા બાનું શેખ

ગલતેશ્વર તાલુકાના ગામ વાડદ ખાતે આવેલ સરસ્વતી હાઇસ્કુલ . મા ધોરણ 10 માં અભ્યાસ કરતી.શેખ મુનિરાબાનુ વાહીદ હુસેન.તેઓએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમે આવી કુલ ૬૦૦ માર્ક માંથી ૫૨૨.માર્ક ૮૭% ટકા મેળવી શાળા.સમાજ. અને વાડદ ગામનું નામ રોશન કર્યું છે શાળામાં બીજા ક્રમે શેખ આલ્ફિયાબાનુ તેઓએ ૮૬.૩% ટકા અને શોહેલભાઈમલેકે.૮૫.૮% ટકા મેળવી પાસ થઈ શાળા સમાજ અને ગામનો ગૌરવ વધારી શાળાનું નામ રોશન કર્યુંછે. તમામ તેજસ્વી તારલાઓને શાળાના શિક્ષકો. આચાર્ય શ્રી તેમજ ગામના અગ્રણી મૈયુદ્દીન ભાઈશેખે શાળા અને ગામનું તેમજ મુસ્લિમ સમાજનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીહતી. તેમજ તમામ બાળકોનુ ટૂંક સમયમાં સન્માન સમારંભ રાખી મોમેન્ટ અને સન્માન પત્ર આપી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. તેમ વાડદ શેખ સમાજના પ્રમુખ અને જુમ્મા મસ્જિદ ના પ્રમુખ મૈયુદ્દીનભાઈ શેખેકે જણાવ્યું છે.