મે માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૦૫/૨૦૨૫ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશેગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની અરજી તારીખ ૦૧/૦૫/૨૦૨૫ થી ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ : પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરૂવાર પહેલાના બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સદર કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમામ તાલુકા માટે માહે, મે-૨૦૨૫નો તાલુકા સ્વાગત કાર્યક્રમ ચોથા બુધવારના રોજ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વર્ગ-૧ કક્ષાના અધિકારીશ્રીઓ તમામ તાલુકાઓમાં તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

દાહોદ તાલુકામાં પ્રાયોજના વહીવટદારશ્રી , દેવગઢ બારીયા તાલુકામાં દાહોદ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી, લીમખેડા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઝાલોદ તાલુકામાં નિયામકશ્રી ડી.આર.ડી.એ.દાહોદ , ધાનપુર તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી દાહોદ , સિંગવડ તાલુકામાં ઝાલોદ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી, ગરબાડા તાલુકામાં દેવગઢ બારીયા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી , સંજેલી તાલુકામાં લીમખેડા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી , તેમજ ફતેપુરા તાલુકામાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. 

આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજુઆત અંગેની અરજી " મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી " તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી / મંત્રીશ્રીને સંબોધીને ૧ થી ૧૦ તારીખ સુધીમાં આપવાની રહેશે તેમજ અરજદારશ્રી અરજીમાં મોબાઈલ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે. તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને " તાલુકા સ્વાગત કાર્યક્રમ " એમ અરજીના મથાળે લખી અરજી તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદાર તાલુકા સ્વાગતમાં પોતાની અરજી htttp://swagat.gujarat.gov.in/citizen_Entry.aspx?frm=ws પર ઓનલાઈન કરી શકશે.