ડીસામાં ભોપાનગર રેલ્વે ફાટક નજીક શનિવારે એક મહીલાનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું હતું.

ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના આશાબેન કિરણભાઇ પરમાર (ઉં.વ.આ. 27) ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

 આ ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ અને ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

 મહીલાએ આપઘાત કર્યો છે કે, ટ્રેનની અડફેટે આવવાથી મોત થયું છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મહીલાના મોતથી ત્રણ દીકરીઓ ઉપરથી મમતા છીનવાઇ ગઇ હતી.