વેજલપુર પોલીસ મથકે અખ્તર સુલેમાન શિકારી રે .ગોધરા દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા તેઓના ભાણા ઝકરીયા મોહમ્મદ હનીફ રલીયા ઉ. વ. 30 જે લીફોર્ડ કંપનીમાં એમ આર તરીકે ફરજ બજાવતા હતા તેઓ પોતાની મોટર સાયકલ લઈને કાલોલ થી ગોધરા તરફ જતા હતા ત્યારે બેઢિયા જલારામ મંદિર સામે રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી ભારત બેંજન ટ્રક ના ચાલક જીજે 32 ટી 9732 ના ચાલક દ્વારા પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેના પરિણામે ઝકરિયા મહમદ હનીફના શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મોત થયેલ. ઝકરિયા મોહમ્મદ હનીફ ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જે અંગેની ફરિયાદ તેઓના કુટુંબી દ્વારા થતા વેજલપુર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
કાલોલ થી ગોધરા તરફ જતા આશાસ્પદ યુવાનની મોટરસાયકલને બેઢીયા નાયરા પેટ્રોલ પંપ પાસે ટક્કર મારી સ્થળ ઉપર મોત નીપજાવતા વેજલપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
