દાંતીવાડાના પાંથાવાડા ગામના દિનેશભાઇ લવજીભાઇ ઘાડીયા શનિવારના રોજ પોતાની એક્ટીવા નં. જીજે-08-સીએન-1218 લઇને ડીસા તરફ જઇ રહ્યા હતા.
ત્યારે ગોવર્ધન કોલ્ડ સ્ટોરેજ પાસે કંસારી હાઇવે રોડ પર અજાણ્યા વાહનના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારતાં દિનેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં મંગળવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જેથી મૃતકના ભાઇ નરેશકુમાર ઘાડીયાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.