ડીસા તાલુકાના રાજપુરની અમન પાર્ક સોસાયટીમાં ગટરના પાણી બાબતે નિવૃત ફોજીના પરિવાર ઉપર હુમલો કરાયો હતો. જેમાં સાત વ્યકિતઓને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ડીસા તાલુકાના રાજપુર સ્થિત મદની હોસ્પિટલની પાછળ આવેલા બિહારી બાગ વિસ્તારની અમન પાર્ક સોસાયટીમાં ગુરૂવારે રસ્તા ઉપર ભરાયેલુ ગંદુ પાણી રિક્ષા ચાલક ઉપર ઉડ્યું હતુ. જેણે અપશબ્દો બોલી અન્ય શખ્સોને બોલાવ્યા હતા. અને ધારિયા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો.

જેમાં જુબેર ખાન સાકિરઅલી પઠાણ, તુફેલખાન સાકિર અલી પઠાણ, જુનેદખાન સાકિરઅલી પઠાણ, તારિકઅલી જાબીરઅલી પઠાણ, શમાબેન જાબીરઅલી પઠાણ, જાબીરઅલી અપ્યુબઅલી પઠાણ રિઝબાનાબેન અને જાબીરઅલી પઠાણને ઈજા થઈ હતી. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અંગે સાંજ સુધીમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ન હતી.