રાજુલાના છતડીયા ગામે દીકરીઓના અભ્યાસ માટે ૪ કરોડના ખર્ચે મંજૂર થયેલ હોસ્ટેલ બિલ્ડિંગનુ ખાતમુહૂર્ત કરાયું
રાજુલા તાલુકાના છતડીયા ગામ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના હોસ્ટેલનુ નવુ બિલ્ડીંગનું ખાતમુર્હુત કરાયું હતું. અને આ હોસ્ટેલ બિલ્ડીંગ રૂપિયા ૪ કરોડના ખર્ચે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સહિત આગેવાનોની મહેનતથી મંજુર થયેલ છે. ત્યારે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડીંગનું ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના પ્રતિનિધિ ભાવેશભાઇ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજુલા જાફરાબાદ વિસ્તારની દીકરીઓ ઉરચ શિક્ષણ લઇ શકે તેવા હેતુ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના હોસ્ટેલનુ ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે છતડીયા ગામના અગ્રણી વીરભદ્રભાઇ ડાભીયા દ્વારા પણ છતડીયા ગામ વિકસિત બને તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે
વીરજી શિયાળ