માનવ કલ્યાણ યોજના વર્ષ-૨૦૨૫-૨૬ અંતર્ગત લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઇન અરજી કરવી. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો માનવ કલ્યાણ યોજના વર્ષ-૨૦૨૫-૨૬ અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે બ્યુટી પાર્લર, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવટ, સેન્ટીંગ કામ, ભરત કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, પ્લમ્બર, પંચર કીટ, અથાણા બનાવટ, ઇલેકટ્રીટ એપ્લાયન્સીસ રીપેરીંગ જેવા વિવિધ ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા માટે સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે.

જે અરજદારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોય અને તેમના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોએ તેઓની આર્થિક આવકમાં વધારો કરવા સારૂ તેમજ વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય મેળવવા ઇચ્છતા અરજદારોએ વર્ષ-૨૦૨૫-૨૬ માટે ઈ-કુટિર પોર્ટલ ઉપર https://e-kutir.gujarat.gov.in ઓનલાઇન અરજી અસલ દસ્તાવેજી પુરાવા અપલોડ કરી કરવાની રહેશે એમ જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દાહોદ દ્વારા જણાવાયું છે.