રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે ખુશીનાં સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) ને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ રાજ્યમાં છઠ્ઠા પગારપંચનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 6 ટકા જ્યારે 7 માં પગારપંચ વાળા કર્મચારીઓના DA માં 2 ટકા સુધીનો વધારો કરાયો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) સરકારનાં આ નિર્ણયથી રાજ્યનાં 9 લાખ કરતા વધુ કર્મચારીને તેનો લાભ મળશે. કેન્દ્ર સરકારનાં ધોરણે આ વધારો આપવામાં આવશે.

રાજ્ય સરકારનાં કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમ જ સાતમાં પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારનાં કર્મચારીઓને કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સરકારી કર્મચારીઓનાં DA માં કરાયો વધારો

રાજ્ય સરકારનાં પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, 7 માં પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારનાં જે કર્મયોગીઓ 6 પગાર પંચનો લાભ મેળવતા હોય તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ મોંઘવારી ભથ્થાની (6th and 7th Pay Commission) 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025 ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

સરકારનાં આ નિર્ણયથી રાજ્યનાં 9 લાખ કરતા વધુ કર્મચારીને લાભ

આ મોંઘવારી ભથ્થાનાં વધારાનો લાભ રાજ્ય સરકારનાં, પંચાયત સેવાનાં તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહિં, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. 235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ. 946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે (Gandhinagar) કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું હતું.