ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણી ખાતે રહેતાં ઉમેદાજી અચળાજી પઢિયાર (માળી) ના નિવાસસ્થાને વર્ષો જૂનું પુરાણું સાક્ષાત પરચાધારી 'એક શામ શ્રી બાલાજી કે નામ' પર હનુમાન દાદાના મંદિરે જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.

 જેમાં શુક્રવારે રાત્રે 'એક શામ શ્રી બાલાજી કે નામ' પર વિશાળ ભજન સંધ્યા (ડાયરો) માં કલાકાર તરીકે બી.એમ.જી. મ્યુઝીકલ ગૃપ અને બદ્રીનાથ સાઉન્ડ-ડીસા, ભૈરવ મ્યુઝીકલ ગૃપના દિનેશભાઇ યુ. ગેલોત, છોટે પ્રકાશભાઇ માળી, રમેશભાઇ એમ. દેવડા અને રાજસ્થાનના જાલોરના પૂજાબેન માળી મધુર અવાજથી મોડી રાત સુધી ભાવિક ભકતોને ડોલાવ્યા હતા.

જેમાં શનિવારે સવારે વાજતે-ગાજતે ઉમેદાજી અચળાજી પઢિયાર (માળી) પરિવાર તરફથી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં યજ્ઞમાં પૂજારી તરીકે જગદીશભાઇ કે. વ્યાસ અને હીતેશભાઇ વ્યાસના વેદાંત મંત્રોચ્ચાર સાથે ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.

જ્યારે હનુમાન દાદાના મંદિરે જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી અનોખી જન્મ દિનની ઉજવણી કરી હતી. જેમાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગને સફળ બનાવવા ડીસા પોલીસના કોન્સ્ટેબલ રાજુભાઇ સી. પઢિયાર અને પઢિયાર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.