હાઈકોર્ટના આદેશ બાદ ધારાસભ્યના પ્રયાસથી શ્રીનિધિ યોજના હેઠળ લોન મંજૂર થઈ છે.ખંભાત પાલિકાના 398 જેટલા પેન્શનરોને 13 કરોડ ચૂકવાતા વર્ષો જૂનો પડતર પ્રશ્નનો અંત આવ્યો.
મળતી વિગતો મુજબ, ખંભાત નગરપાલિકામાં છેલ્લા 14 વર્ષથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈ વારંવાર પાલિકામાં હોબાળો થતો હતો. નિવૃત્ત કર્મચારીઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.હાઇકોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જે પ્રયાસથી મુખ્યમંત્રીએ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનનો પ્રશ્ન હલ થાય તે હેતુસર શ્રીનિધિ યોજના હેઠળ લોન મંજૂર થઈ હતી.જે યોજનામાંથી અંદાજિત 398 જેટલા નિવૃત્ત પેન્શનરોને 13 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી ધારાસભ્યના હસ્તે કરવામાં આવી છે.વર્ષો જુના પડતર પ્રશ્નનો સુખદ નિરાકરણ કરતા નિવૃત પેન્શનરોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ રાજભા દરબાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો તથા નિવૃત્ત પેન્શન કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ - ખંભાત)