ડીસા-પાલનપુર હાઇવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. એક્ટિવા અને બાઇક વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.