વાંઘરોલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ યોજાયો. તા.3/4/25 ને ગુરુવારના રોજ પે સેન્ટર શાળા વાંઘરોલી, તાલુકો - ગળતેશ્વર, જિલ્લો ખેડામા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી રફિકભાઈ મલેકની અધ્યક્ષતામાં ધોરણ 8 ના બાળકો નો વિદાય સન્માન અને આર્શી વચન કાર્યક્રમ યોજાયો. પરમ પિતા એવા પરમેશ્વરને યાદ કર્યા વગર કાર્યકમ અધુરો જણાય તેથી સૌ પ્રથમ પ્રાર્થનાથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.જેમાં એસએમસી વાંઘરોલી અધ્યક્ષશ્રી ભીખાભાઈ પરમાર, સી.આર.સી.શ્રી.ફરજાનાબેન, શ્રી.મુસ્તકીમભાઈ મલેક (માસ્તર) અને શાળા પરિવારની હાજરીમાં સૌએ બાળકોને આશીર્વાદ આપ્યા અને વધુ અભ્યાસ કરી તમારા માતા પિતાની, ગામની, શાળાની પ્રગતિ કરશો તેવી વિવિધ ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી. ધોરણ 8 ના વિધાર્થીઓએ પ્રસંગ ને અનુરૂપ પોતાના સંસ્મરણો કહ્યા.અને વિદાય કાર્યકમને ખરા અર્થમાં સાર્થક બનાવાયો. ધોરણ 6 ની વિધાર્થીની દ્વારા પોતાના જ સિનિયર વિધાર્થીઓના એક સારા સહપાઠી તરીકે ના અનુભવો ની યાદી કરવામાં આવી.ધો.6 થી 8 ના સિનિયર શિક્ષકશ્રી. રાજેશભાઇએ સુંદર વિદાય ગીત ગાઈ બધાની આંખમાં આંસુ લાવી દીધા હતા.
ધોરણ 8 ના વિધાર્થીઓ દ્વારા શાળાના તમામ બાળકોને ચોકલેટ આપવામાં આવી.કેક કાપીને બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી.ધોરણ ૮ ના વિધાર્થીઓ દ્વારા શાળામાં ફોટો ફ્રેમ ની ગિફ્ટ આપવામાં આવી.આચાર્યશ્રી નરેન્દ્રકુમારે દરેક બાળકને બોલપેન આપી સતત અને કઠિન અભ્યાસ કરવાની હાકલ કરી. ગામના દાતાશ્રી મુસ્તકીમભાઈ મલેક તરફથી 1700/રૂ. દરેક બાળકને 50/ રૂ. રોકડા આપી પ્રોત્સાહિત કર્યા. શાળાના તમામ 242 બાળકોનું પ્રીતિ ભોજન શિખંડ, પુરી, ચણા મસાલા, દાળ ભાત, પાપડના દાતાશ્રી એમડીએમ સંચાલકશ્રી ફરજાનાબેન, એસએમસી સભ્ય શ્રી. જાયદાબીબી શેખ અને આચાર્યશ્રી વાંઘરોલી નરેન્દ્રકુમાર જે.માયાવંશી, ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રી રાકેશભાઈ પટેલ, બાલાસિનોરના વેપારીશ્રી ભીખાભાઈ દરજીના સહયોગથી બાળકોને સુંદર ભોજન આપવામાં આવ્યું. ખરેખર, આજે ઈશ્વરના આશીર્વાદથી ધાર્યા કરતા વધુ સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો.જેમ લગ્નની વિદાય વખતે અશ્રુ ભીની આંખ થાય તેમ આ વિદાય વખતે પણ વિધાર્થીઓની આંખો અશ્રુથી છલકાઈ ગઈ ખરા અર્થ માં શાળા અને શિક્ષક સ્ટાફ પ્રત્યેનો તેમનો પ્રેમ અશ્રુમાં છલકાયો.તેમાં શાળાના પૂર્વ આચાર્ય શ્રી. દિનેશભાઈએ સુંદર ભાષામાં ઉદ્દધોશક તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યું. શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા તન,મનથી કામ કર્યું. સૌનો આચાર્યશ્રીએ દિલથી આભાર માન્યો.