આગામી 6 એપ્રિલના રોજ ખંભાતમાં રામનવમી પર્વ શોભાયાત્રાને પગલે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે.શાંતિ સમિતિની બેઠક બાદ શોભાયાત્રા રૂટ પર પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શોભાયાત્રા રૂટ પર વાહન ચેકીંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
રામનવમી શોભાયાત્રા શકરપૂર રામજી મંદિરથી પ્રારંભ કરવામાં આવનાર છે.ત્યારબાદ જકાતનાકા, ગોપાલ સર્કલ, પાણિયારી મેદાન, અલિંગ ચાર રસ્તા, લાંબી ઓટી, ઝંડા ચોક, સ્વામી નારાયણ મંદિર, રાણા ચકલા, રાજપૂત વાડો, વાસણાવાડ, અને સરદાર ટાવર થઇને ગોપાલ સર્કલ ખાતે પરત સમાપ્ત થશે.મહત્વનું છે કે, પોલીસ દ્વારા તમામ માર્ગો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.ફૂટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે.કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે.તેમજ વાહન ચેકીંગ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.