વડોદરામાં પારુલ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને CSR એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો.જે દરમિયાન શિક્ષણ મંત્રીના વરદહસ્તે ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશન ખંભાતને સામાજીક વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ CSR એવોર્ડ અને પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરી પ્રવૃતિઓ અને સેવાઓને બિરદાવી સન્માન કરાયું હતું.તદઉપરાંત ભાવિ સમયે GBF સંસ્થા એક વટવૃક્ષમાં નિર્માણ પામી ઉત્તમ અને ગુણવત્તાસભર સમાજ સેવાઓ પ્રદાન કરે તેવી શિક્ષણ મંત્રી દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, "વસુંધેવ કુટુમ્બકમ" ભારતીય સંસ્કૃતિની આ વિભાવના વિશ્વને માર્ગદર્શન આપી રહી છે.ભારતીય સંસ્કૃતિ ભોગ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ શીખવે છે.શિક્ષણ મંત્રીના હસ્તે 24 કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ એનાયત કરાયા હતા.અને સક્ષમથર્ડ ફાઉન્ડેશનના 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, સદર CSR એવોર્ડ એ ફકત GBF નો એવોર્ડ નથી પરંતુ સમગ્ર ભાલ સમાજનો એવોર્ડ છે. ભાલબારા સમાજના સહિયારા પ્રયાસો અને સહકાર થકી આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.સદર એવોર્ડ સમગ્ર ભાલબારાનું પ્રતિનિધિત્વ છે.
આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યુનિવર્સિટીના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને CSR નિષ્ણાતો તેમજ ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશન ખંભાતના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ, રાજેશભાઇ મકવાણા,તરૂણભાઈ ચૌહાણ તથા GBF સભ્યો, દલપતભાઈ વેગડા, વિનોદભાઈ પરમાર, દિપકભાઈ દોશિયાટ, કિરીટભાઇ મહેરામણ, મહિલા પાંખ અલકાબેન મહેરામણ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ : સલમાન પઠાણ - ખંભાત)
સંપર્ક : 9558553368