કાલોલ નગર માં ડેરોલ સ્ટેશન રોડ પર આવેલ રામકૃપા સોસાયટી અને મંગલમ સોસાયટી માં ચૈત્રી નવરાત્રી નિમિતે મહાકાળી મંદિર ખાતે ભવ્ય નવચંડી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ રહીશો એ ભાગ લઈ માતાજી નું પૂજન અર્ચન કર્યું અને માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ થી હર્યું ભર્યું રહે તેવી પ્રાર્થના કરી. ટૂંકા ગાળા માં સોસાયટી માં કરંટ લાગવા થી અને અન્ય ચાર પાંચ ઘટના માં પાંચ લોકો ના મૃત્યુ થયેલ છે તેઓના આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી.
રામકૃપા સોસાયટી અને મંગલમ સોસાયટી માં ચૈત્રી નવરાત્રી નિમિતે મહાકાળી મંદિર ખાતે ભવ્ય નવચંડી કાર્યક્રમ નું આયોજન
