ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.