ખંભાતના ખડોધી હરીપુરા ભાટિયા વિસ્તારમાં એક મહાકાય અજગર નોળિયાને શિકાર બનાવી ગળી ગયો હતો.અને ત્યારબાદ તે લીમડા પર ચઢી ગયો હતો.જે અજગર દેખા દેતા વનવિભાગને જાણ કરાઇ હતી.જેમાં વનવિભાગના અશોકભાઈ સહિતના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.અને સ્થાનિકોની મદદથી લીમડા પર ચઢી લીમડાના ઝાડના ડાળખા પર વીંટાળેલ અજગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.રેસ્ક્યું બાદ વનવિભાગે 10 ફૂટ લાંબા અજગરને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.