સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ.
સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે પકડી પાડી વરાછા પોલીસ સ્ટેશનનો અનડીટેક્ટ ગુનો અમરેલી એલસીબી ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગઇ તા.૨૭/૦૩/૨૦૨૫ નાં રોજ ફરિયાદી મહિલાની રહે.સુરત વરાછા, આદર્શનગર તા.જિ.સુરતની દીકરી ઉ.વ.૧૬ નું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જે અંગે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં ગુના રજી. નંબર ૧૧૨૧૦૦૬૦૨૫૦૯૭૫ /૨૦૨૫, બી. એન. એસ. કલમ ૧૩૭(૨) મુજબ ગુનો રજી. થયેલ છે. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પીઆઇ વી. એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને સગીરા સાથે પકડી પાડી પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરી ખરાઇ કરતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત મળતા આરોપી સુરેશ ભોળાભાઇ સાંખટને ઝડપી પાડી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકસંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પીઆઇ વી.એમ.કોલાદરા, એ.એસ.આઈ. ભીખુભાઈ ચોવડીયા, હેડ કોન્સ. મહેશભાઈ રાઠોડ, જયેન્દ્રભાઈ બસીયા, ગોકળભાઈ કળોતરા, પો.કોન્સ. પરેશભાઈ દાફડા, અજયભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.......
વીરજી શિયાળ