રાજુલા તાલુકામાં ૨ કરોડના વિકાસ કામોનું સાંસદ ભરત સુતરીયા સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
રાજુલા તાલુકાના આગરીયા તેમજ ઝાપોદર-વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓમાં ચોમાસાને હિસાબે પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેને લઈ બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને રૂપિયા બે કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. સાંસદ ભરતભાઈ સુતરીયાના વરદહસ્તે બ્રિજનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જેમા રાજુલા તાલુકાના ઝાપોદર ગામે આગરીયા નદીના બ્રીજનુ ખાતમુહૂર્ત તેમજ બ્રીજ નવા આગરીયા ગામમા બ્રીજ જેમા કુલ રૂ. ૨ કરોડ ૧૯ લાખ ની રકમ ના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ તકે સાંસદ ભરતભાઇ સુતરીયા, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, હરસુરભાઇ લાખણોત્રા, ઝાપોદર ગામના સરપંચ મનુભાઇ જે. ધાખડા, વીરભદ્રભાઇ ડાભીયા, મહેન્દ્રભાઇ ધાખડા, નગરપાલિકા પ્રમુખ મયુરભાઇ દાદા, ઉપપ્રમુખ ધનશ્યામભાઇ વાઘ, અશોકભાઇ ધાખડા, સાગરભાઇ સરવૈયા, મુકેશભાઇ ગુજરીયા, ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, કશુભાઇ ધાખડા સહિત આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતા. ખાસ કરીને ઝાપોદર ગામ વધુમાં વધુ વિકસિત બને તે માટે સરપંચ મનુભાઇ ધાખડા દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યાં છે....
વીરજી શિયાળ