ગુજરાતમાં નિર્દોષ પત્રકારો ઉપર ખોટી ફરિયાદો ન થાય તે બાબતે સુરત જિલ્લાના નિષ્પક્ષ અને નિષ્ઠવાન નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ સાખટ તેમજ તેમના ટ્રસ્ટીઓની ટીમ દ્વારા ગત સોમવારના એટલે કે તા.૨૪/૦૩/૨૫ ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા (આપ) શ્રી ઉમેશભાઈ મકવાણા અને શ્રી ચૈતર ભાઈ વસાવા તેમજ કોંગ્રેસ પક્ષના શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ દ્વારા ધારદાર રજૂઆતો કરી હતી.
રજૂઆત કર્યા બાદ લેખિતમાં પત્ર નેશનલ પ્રેસ એસોસિએશન ની ટીમ દ્વારા આપી ખોટી ફરિયાદો ન થાય તેઓને ધ્યાનમાં રાખી શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં પત્ર પાઠવ્યું હતું