ડીસા તાલુકા પોલીસની ટીમ શનિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે કાંટ ગામના ગવાડીયા તળાવની બાજુમાં આવેલ બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં રૂપિયા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર
રમતાં કાન્તિભાઇ રૂપાભાઇ પરમાર, અશોકભાઇ લક્ષ્મણભાઇ વાલ્મિકી, રાહુલભાઇ કેશાભાઇ નાઇ અને ભીખાભાઇ પરબતભાઇ ઠાકોર (તમામ રહે. કાંટ, તા. ડીસા) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 21,400 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.