ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં રમઝાન માસમાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે.ત્યારે હાલ ખંભાતના કડીવાલ વિસ્તારમાં રહેતા માત્ર 7 વર્ષીય નવાઝ અકીલભાઈ મલેકે જીવનનો પહેલો રોજો રાખ્યો હતો.અને ભક્તિભાવપૂર્વક અલ્લાહની ઈબાદત કરી હતી.મહત્વનું છે કે, હાલમાં પડી રહેલી ગરમીમાં પણ 14 કલાક સુધી તરસ્યા અને ભૂખ્યા રહી નવાઝ મલેકે ખુદાની બંદગી કરી હતી.જો કે માત્ર 7 વર્ષીય દીકરાએ જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો ત્યારે માતા પિતા સહિત પરિવારજનો, સગાસબંધીઓએ ફૂલહાર પહેરાવી રોજો રાખનાર દીકરાને શુભેચ્છા પાઠવી હતી.જીવનનો પ્રથમ રોજો રાખનાર નવાજે રવિવારે સાંજે 7 કલાકે વિધિવત રોજો છોડ્યો હતો.મહત્વનું છે કે,ખંભાત સહિત સમગ્ર જિલ્લામાં રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજનાં લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરતા હોઈ ભક્તિમય માહોલ વ્યાપ્યો છે.